આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-9

(30)
  • 5.3k
  • 3
  • 2.1k

"આસ્તિક"અધ્યાય-9 જરાત્કારુ બેલડી પવિત્ર ભૂમિ પર વિચરણ કરી રહેલા સાથે સાથે વિવાહીત જીવનનો આનંદ લઇ રહેલાં બંન્ને ખૂબ ખુશ અને સંતુષ્ટ હતાં. પરશુરામ ભગવાનની રક્ષિત ભૂમિ અને સહિયાદ્રી પર્વતમાળા એમને આનંદ આવી રહેલો. આ ભૂમિ પરજ માઁ જરાત્કારુનાં દેહમાં ગર્ભ રહ્યો હતો. ભગવાન જરાત્કારુ પણ ખૂબ જાણીને આનંદીત થયાં. રાજકુમારી જરાત્કારુએ કહ્યું "ભગવન આપને પામીને હું ખૂબ ખુશ છું બધી ધરતી એક છે માઁ સ્વરૂપ છે. પણ ખબર નહીં અહીં પાતાળલોકની જેમ આ ધરતી વિશેષ ગમે છે મને જાણે અહીં આનંદીત રાખે છે. સમગ્ર પૃથ્વીની સૃષ્ટિ માઁ છે હું સમજુ છું કે પંચતત્વથી બનેલી આ સૃષ્ટિમાં પૃથ્વીનું ખાસ મહત્વ છે