એ પણ એક સમય હતો.

(26)
  • 4.4k
  • 1.2k

દ્રશ્ય અને અદ્રશ્ય એમ બે રીતે સમયને મૂલવી શકાય.જેને સમયની કિંમત છે તેનાં માટે દ્રશ્ય અને જેને સમયની કિંમત નથી તેનાં માટે અદ્રશ્ય.સમયને ક્યાં કોઈ બાંધી શક્યું છે.તે હંમેશા એક ચમત્કારી રહસ્ય જ બની રહ્યું છે.મારા માનવા મુજબ તમે સમયને અલૌકિક શક્તિ સ્વરૂપે લઈ શકો છો.જો સમયની તક ઝડપતા આવડે તો માલામાલ બાકી બેહાલ. સમય દરેકને એક તક,ઉમ્મીદ કે પોતાનામાં રહેલ શક્તિનો આવિષ્કાર કરવાની જાગૃતિ બતાવતો હોય છે.પણ મનુષ્ય સ્વભાવ પોતાની ભૌતિક જરૂરિયાત થી સંતોષ હોય કે પછી આળસુ સ્વભાવ અથવા તેનાં ચંચળ મનને વશ થઈ થાપ ખાઈ જતો હોય છે.અને સરવાળે સમય રેતની જેમ હાથમાંથી સરી