ઉદ્દીપક..... (કેટાલિસ્ટ)....

  • 1.9k
  • 1
  • 462

ઉદ્દીપક..... (કેટાલિસ્ટ).... દિનેશ પરમાર નજર****************************************લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છેવક્રરેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે. બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું, શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.- નયન હ. દેસાઈ ****************************************વસ્ત્રાલ-- સિંગરવા રોડ પર હોટેલ ખોડલની મોજ થી આગળ રોડનો વળાંક આવે ત્યાં રામજી મંદિર થી આગળ જતા મુખ્ય રોડ ની બન્ને તરફ જે લો - રાઈઝ ફ્લેટસ્ ની હારબંધ સ્કીમ્સ બની છે. તેમા ઓછી આવક જુથની સરકારી યોજનાના ફ્લેટસ્ પણ બનેલા છે. આ યોજનાનું નામ જરા વિચિત્ર લાગે 'કેમિકલ નગર'પણ આ રિઝર્વ સરકારી પ્લોટ વર્ષો અગાઉ જ્યારે ત્યાં વસ્તી નહોતી ત્યારે તેની ઉપર એક માથાભારે વ્યક્તિએ કબજો કરી ત્યાં, વાસણ અને