જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 10 - છેલ્લો ભાગ

(95)
  • 4.5k
  • 7
  • 2.1k

ભાગ-10 આજની સવાર અક્ષરાબેન અને અક્ષતભાઇ માટે ખુબ જ મહત્વની હતી.ગઇકાલે જીવનની આશામાંથી નિકળીને વાડીએ પહોંચતા અક્ષરાબેનને તેમના બન્ને દિકરાઓ અને તેમના દિયર મળ્યા. "મમ્મી!!!"આટલું કહીને તેમના દિકરાઓ તેમને ગળે લાગ્યાં. "અમને માફ કરી દેશો મમ્મીજી"બન્ને વહુઓ માથું ઝુકાવીને ઉભી હતી.અક્ષરાબેને તેમને પણ ગળે લગાવી લીધી. "નાનકો ક્યાં?"અક્ષરાબેને પુછ્યું. અક્ષરાબેને તેમના પૌત્ર વિશે જાણીને ખુબ જ દુખ થયું. "ચિંતા ના કરો.હું કાલથી જ તેની સારવાર શરૂ કરી દઈશ.જોજો એક મહિનામાં દોડતો થઇ જશે પાછો." "મમ્મી,અમે તમારી સાથે છીએ અને આ લગ્ન તો થઇને જ રહેશે."હર્ષ અને આયુષ બોલ્યા. "હા ભાભી, મોટાભાઇની અંતિમ ઇચ્છા અમે જરૂર પુર્ણ કરીશું."તેમના દિયર બોલ્યા. અક્ષતભાઇ