વેધ ભરમ - 36

(190)
  • 9.6k
  • 5
  • 5.3k

રિષભની જીપ રાજકોટ તરફ ફૂલ સ્પીડમાં જઇ રહી હતી. રિષભ પાછલી સીટ પર આંખ બંધ કરીને વિચારોમાં ખોવાયેલો હતો. ડ્રાઇવર સાહેબનો મૂડ જાણતો હતો એટલે કોઇ પણ જાતના ખોટા અવાજ વિના જીપને પાણીના રેલાની જેમ સ્પીડમાં જવા દેતો હતો. રિષભના વિચારો જીપની સ્પીડ કરતા અનેક ગણી સ્પીડે ચાલી રહ્યા હતા. તે દિવસે વિદ્યાનગરમાં ત્રણેય મિત્રો સોડા પી લીધા પછી રૂમ પર ગયા અને કપડા ચેન્જ કરી બેડ પર લાંબા થયા એટલે કપિલે કહ્યું :એલા હવે કહો કે બર્થ ડેમાં તમે શું ખેલ કરતા હતા?” આ સાંભળી રિષભ ગૌતમ સામે જોઇને હસી પડ્યો અને બોલ્યો “એમા એવુ છે કે અમે અહી