આધિપતિ રાજ્ય, તે ધીવારો ની આ લડત પછી માત્ર એક ગામ બની ગયું. આ રાજ્ય તેની અસીમતા ક્યાંક ભૂલી ગયું. જાણે આ રાજ્ય ક્યાંક ખોવાઈ ગયું. ઘણા પ્રસંગ બન્યા, ઘણા યુદ્ધ લડાયા પણ ઇતિહાસ તો જાણે આ રાજ્યને ભૂલીજ ગયો. ભારતનું સામ્રાજ્ય જ્યારે ટોચે પહોંચ્યું, ત્યારે પણ આ રાજ્ય માત્ર ને માત્ર એક ગામડુંજ હતું. પછી આવ્યા અંગ્રેજો. અંગ્રેજો નું રાજ્ય સ્થાપ્યું પછી ઘણા વર્ષે આ રાજ્ય નું નામ કોઈ કાગળ પર આવ્યું. બોમ્બે શહેર થી અમદાવાદ જતી ટ્રેનની લાઇન જ્યારે બનવાની હતી ત્યારે આ ગામડા માંથી તે પસાર થવાની હતી. તે પણ એકદમ મધ્યમાં. અહી ઘણા બેરોજગાર મજદૂરો મળે