અંગત ડાયરી - કોરા કાગઝ

  • 5.1k
  • 1
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : કોરા કાગઝ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૧, ફેબ્રુઆરી ૨૦૨૧, રવિવારજીવનમાં કો'ક દિવસ એવું બને કે તે દિવસે કંઈ જ ન બને. દિવસ સાવ કોરો જાય. ન કોઈ ફાયદાકારક ઘટના બને કે ન કોઈ નુકસાન જાય. ક્રિકેટમાં પેલી મેઈડન ઓવરની જેમ એક પણ રન ન બને કે ન વિકેટ પડે. આપણને લાગે કે શું વિધાતાએ આપણી જિંદગીના આ પાનાં પર કશું જ નહીં લખ્યું હોય? સાવ કોરું પાનું? તો પછી આ દિવસ આપણા જીવનમાં આવ્યો જ શા માટે? આ દિવસે સૂરજ ઉગ્યો જ શા માટે? આપણે જાગ્યા જ શા માટે?જીવનમાં રોજ-રોજ કશુંક ધારેલું, કશુંક