પ્રેમના પત્રો - ભાગ - 2

  • 4.1k
  • 1
  • 1.2k

પ્રેમના પત્રો ભાગ-૨નિખિલનો મસેજે સવારે રીડ થયો. જાહ્નવીએ મેસેજ જોઈ અંગૂઠાનું નિશાન મોકલ્યું હતું. નિખિલે વિચાર્યું હજુ તેને એ પત્ર વાંચ્યો નથી, એકાદ કલાક પછી જાહ્નવીએ મેસેજ કર્યો."હમણાં લેટર વાંચ્યો, તે સારું લખ્યું છે, પરંતુ હું તારી જેમ નહિ લખી શકું અને મને એમ લાગે છે આ થોડું વધારે થઇ રહ્યું છે. શું કામ જાણી જોઈને અંદરથી બધું ઉલેચવું છે ? પડી રહેવા દેને દિલની લાગણીઓને અંદર જ !!"રાહ જોઇને બેઠેલા નિખિલે તરત જ જવાબ આપ્યો : "જાહ્નવી, જો મેં તને પહેલા જ કહ્યું હતું કે આ પ્રેમ પત્રોને આપણે આપણા પૂરતા જ સીમિત રાખવાના છે, એટલે તું કંઈપણ લખીશ