લોસ્ટેડ 45 રિંકલ ચૌહાણ રાજેશ ભાઈ નો અવાજ સાંભળી હેતલબેન ગુસ્સે ભરાયાં, દરવાજો ખોલી એક અંગાર ઝરતી નજર એમણે રાજેશ ભાઈ પર નાખી, એકાદ મીનીટ માટે તો રાજેશ ભાઈ પણ ગભરાઈ ગયા. "તું ચિંતા ન કર હેતલ, હું આવી ગયો છું ને. મને જેવી ખબર પડી કે એક છોકરી આપણા ઘરે આવી ને તમને બધાય ને જબરદસ્તી લઈ ગઈ ત્યારે હું સમજી ગયો હતો કે આ છોકરી સિવાય આવી નીચ હરકત કોઈ ન કરી શકે. ઈ. સાહેબ અરેસ્ટ કરી લો આને.." રાજેશ ભાઈ એ આધ્વીકા તરફ આંગળી ચીંધી. "મિ. ચૌધરી, મહેરબાની કરીને તમે તમે હાલ અહીં થી જાઓ." આધ્વીકા એ