સમર્પિત હૃદય... - 4

  • 3.6k
  • 1.3k

બીજા દિવસે..... આહના અવની ની જ રાહ જોતી હોય છે....ત્યાં જ થોડી વાર માં અવની આવે છે.... આહના અવની ને જોઈ ને તેની સામે જઇ ને તેને અંદર લાવે છે... આ સમયે સિયા પણ ઘરે હોય છે...અને નિવાન તેની ઓફિસે ગયો હોય છે.... અવની ને આવતી જોઈ સિયા આહના ને પૂછે છે..."કોણ છે આ...?" "આ મારી ફ્રેન્ડ છે...ઓસ્ટ્રેલિયા થી આવી છે...થોડા દિવસ માટે મને મળવા...." "ok... ok.... પણ તેને નીચે નો તારો જે રૂમ છે તેમાં જ રાખજે...કેમકે...મારા પણ ખાસ મહેમાન આવવાના છે...તો ઉપર ના મોટા રૂમ માં તો તેને રોકાવાનું છે..." "આહના ને આ સાંભળી ને ખૂબ દુઃખ થયું...પણ