રાજકારણની રાણી - ૩૭

(73)
  • 6.5k
  • 2
  • 3.2k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૭ રવિના પોતાનું આખું આયોજન પાર પડ્યું એ વાત પર ખુશ થઇ રહી હતી. રવિના સુજાતાબેનને પોતાની હરિફ ગણતી હતી. પરંતુ તેને ખ્યાલ આવી ગયો કે સુજાતાબેનની પક્ષને અને સમાજને તેના કરતાં વધારે જરૂર છે. કામવાળી રમીલા પાસેથી ટીના વિશે ખબર પડ્યા પછી રવિનાને અંદાજ આવી ગયો કે પોતાના રૂપિયા પચીસ લાખ લઇ જનાર સુજાતાબેન જ છે. રમીલા થોડા દિવસ માટે ગામ ગઇ ત્યારે તેની જગ્યા સાચવવા કામવાળી બનીને ટીના આવી હતી. એ ટીના સુજાતાબેનને ત્યાં કામ કરે છે એનો મતલબ સમજતાં વાર ના લાગી. ટીનાએ જ પોતાની ટિકિટ મેળવવા પાટનગર ચાલતી બધી વાત સાંભળી