વ્હાલા પપ્પા,. તમારી નાની લાડકી આજ તમને કંઈક કહેવા સક્ષમ થઈ ગઈ છે. તો આજ જે લખું એ એક તમારા માટે એક નાની એવી ભેટ સમજી સ્વિકારશો. આખા બ્રહ્માંડમાં એક જ સુરજ છે. એ જ કેન્દ્રબિંદુ બની ઝળહળતો હોય છે એમ જ આખા કુટુંબને અંકુરમાંથી ઝાડ બનાવી આજ 'કબીરવડ' જેવી ઉપમા હું તમને પ્રેમથી આપી જ શકું. સૂરજ વગર આ સૃષ્ટિની કલ્પના કોણ કરે ? બસ, જે કહેવું છે એ આ 'સૂરજ' માં જ સમજી લેજો. પપ્પા, એક દિકરીને મર્યાદાના બંધન બહુ નડે પણ એના માટે બાહુબલિ એના પપ્પા જ હોય. એ પપ્પા જ લક્ષ્મણરેખા દોરતા પણ