લેખ:- ભારતીય ભરતકામલેખિકા:- શ્રીમતી સ્નેહલ જાનીનમસ્કાર મિત્રો.ફરીથી આપની સમક્ષ ઉપસ્થિત છું કંઈક અલગ લઈને. આપણો ભારત દેશ એ વિવિધતાઓનો દેશ ગણાય છે. વિવિધ રીત રિવાજો, વિવિધ સંસ્કૃતિ અને વિવિધ પહેરવેશ. મારે વાત કરવી છે પહેરવેશ વિશે. દેશનાં દરેક રાજ્યનાં પહેરવેશ ત્યાંની રહેણીકરણી મુજબ અલગ અલગ છે, અને આ પહેરવેશને અનુરૂપ તેનાં પર ડિઝાઈન હોય છે. આજકાલ તો મોટા ભાગે લોકો પશ્ચિમી સંસ્કૃતિ મુજબનાં કપડાં પહેરતાં થયાં છે. તે છતાં પણ ભારતીય પહેરવેશે પોતાનું મહત્ત્વ ગુમાવ્યું નથી.આજે મોટા ભાગે પ્રિન્ટ થયેલા કપડાં જ વપરાશમાં લેવાય છે, પરંતુ જ્યારે ઘરનાં શુભ પ્રસંગોની વાત કરીએ તો આજે પણ લોકોની, ખાસ કરીને સ્ત્રીઓની વાત