એકવીસમું અંતિમ પ્રકરણ/૨૧ખૂબ મોડી રાત વીતી ગઈ હોવા છતાં વનરાજસિંહ, ભાનુપ્રતાપ, રાઘવ, ભૂપત અને રણજીત સૌને એક પછી એક કોલ કરીને સવારે અગિયાર વાગ્યે અચૂક લાલસિંગના બંગલે આવવાનો રીતસર આદેશ આપી દીધો..તરુણાનાં આ નિર્ણયથી આશ્ચર્યના ભાવ સાથે લાલસિંગે પૂછ્યું...‘આમ જુઓ તો હવે તારાં કોઈ અનુમાન કે નિવેદન માટે શંકાનું સ્થાન જ નથી.. છતાં પણ આ સૌને અહીં બોલવવા માટેનું કારણ પૂછી શકું?'બે મિનીટ લાલસિંગ સામે જોઇને સ્હેજ આંખો ઝીણી કરીને તરુણા બોલી..‘એક વાત કહું...જિંદગીમાં જો તમે પોતાના જાતની પરિસીમાથી પરિચિત હશો ને તો, કોઈ તમને પરાજિત નહીં કરી શકે. તમે આખી જિંદગી લુખ્ખી ધમકીની બંદુકડી ફોડી, અને એ પણ ભાડુતી