કહીં આગ ન લગ જાએ - 24 - છેલ્લો ભાગ

(81)
  • 4.4k
  • 4
  • 1.8k

અંતિમ પ્રકરણ- ચોવીસમું/૨૪‘શહેરના નામી ઉદ્યોગપતિ મધુકર વિરાણીની પત્ની મીરાં રાજપૂત મર્ડરના આરોપમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ.’ એક નહીં, બે નહીં, પણ ત્રણ વખત ન્યુઝ પેપરની આ હેડલાઈન કબીરે ડોળા ફાડીને વાંચી. ધબકારો ચુકી જવાય એવા આંચકા સાથેના ધક્કાથી કબીરને કમકમાટી છૂટી ગઈ. થોડીવાર માટે તો એવું લાગ્યું જાણે કે બોલવા, સાંભળવા અને વિચારવાની શક્તિ હણાઈ ગઈ. થોડીવાર બન્ને હથેળી લમણાં પર દબાવીને બેસી રહ્યો.પછી..ઉતાવળે ડીટેઇલ વાંચીને કયા એરિયાનાં પોલીસ સ્ટેશન જવાનું છે, તે જાણ્યું. મોબાઈલ તૂટી ગયો હતો એટલે કોઈનો સંપર્ક કરવો પણ શક્ય નહતો. ઘાંઘાની જેમ દસ જ મિનિટમાં ફ્રેશ થઇ, ચેન્જ કરીને કાર દોડાવી પોલીસ સ્ટેશન. ત્યાં જઈને જોયું તો