દીકરી

(30)
  • 4.3k
  • 1.4k

ભારે મૂંઝવણના અંતે મનીષા એક નિર્ણય પર આવે છે. એ નિર્ણય ખૂબ જ ગંભીર હતો. શું એના બા (મમ્મી) આ નિર્ણયને માન્ય રાખશે? પોતાના મનને જ આ પ્રશ્ન કરે છે. બાના માટે જ તો આ નિર્ણય કર્યો છે. એનું મારા સિવાય છે પણ કોણ? પોતે જ પોતાને જવાબ આપે છે. બા રોકકળ કરશે જ આ નિર્ણય માટે એના માટે પણ પૂર્વ તૈયારી રાખી જ હતી. કોઈ પણ સંજોગોમાં આ નિર્ણય નહીં બદલે. પિતાના અવસાન થયા બાદ મનીષા નો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. સાવકો ભાઈ ક્યારેય બા કે મનીષાની સારસંભાળ લેતો ના હતો.