કેરાલા પ્રવાસ 1997 - ભાગ 6 - છેલ્લો ભાગ

  • 5k
  • 1.6k

ભાગ 6 દિવસ 11 વહેલી સવારે ઠેક્કાડી પેરિયાર સેંકચ્યુઅરી માં હાથીઓ જોવા એસટી ડીપો પરથી 7.15ની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ પકડી. ગામડાંઓ વટાવી એ અભયારણ્યથી  દૂર બસ ઉભે ત્યાંથી શેરિંગ ટેક્ષી કરી ત્યાં બપોરે 12 આસપાસ પહોંચ્યાં. ખૂબ ભીડ. ટિકિટ લઈ ફટાફટ એ રિસોર્ટ જેવું હતું તેના ક્વોલિટી વગરનાં અને મોંઘાં રેસ્ટોરાંમાં જમી બોટ રાઈડ પકડી. એક ડુંગર પર દૂર બે ચાર હાથીઓ ઉભા હતા તે દૂરથી દેખાયા.  એકાદ ઝાડની ડાળીઓ જેવાં શીંગડાંવાળું હરણ. બાકી ખાલી રાઈડ ગઈ. અભયારણ્યો માં આ જ જોખમ. નસીબ હોય તો જ જોવા મળે. વળતાં રાત પડી ગઈ. કોટ્ટાયમ ની બસ અને ત્યાંથી એર્નાકુલમ ડેપોની બસમાં