Part :- 7 શિખા બેન્ચ પર બેસી રડતી હતી.તેને સમજમાં નહોતું આવતું કે તે શું કરે? વંશે તેને એક ઊંડા ખાડામાં નાખી દીધી હોય એવું લાગી રહ્યું હતું. શિખા એ અત્યાર સુધી આટલી મહેનત વંશ સાથે રેહવા માટે જ તો કરી હતી. એ ઉભી થઈ અને પાછી બેસી ગઈ. તેને પોતાના પપ્પા પણ યાદ આવ્યા એના પપ્પાની ઈચ્છા હતી કે તેની દીકરી એક ખ્યાતનામ ડોક્ટર બને અને એ સપનું પૂરું કરવા તો પોતે દિલ્હી