સકારાત્મક વિચારધારા 21 ગઇકાલે રાત્રે મેં સપનામાં જોયું કે,હું પેરિસ ગઈ છું અને ત્યાં મારો સામાન ચોરી થઈ ગયો છે.રાત્રે આવેલ સપનાએ મને આખો દિવસ ચિંતા માં મૂકી દીધો.આખો દિવસ એક જ વિચાર મારા મનમાં ચકરાવે ચઢ્યો કે ક્યાંક મારા આજે પૈસા તો ચોરી નહી થઈ જાય.ક્યાંક મારી ચેઇન તો ચોરી નહી થઈ જાય. આખો દિવસ એક જ ચિંતા આવું સપનું કેમ આવ્યું હશે.આનો અર્થ શું છે? એ અર્થ શોધવામાં જ આજે તો ઘણા અનર્થ થઈ ગયા.પેલા તો સવારે ઘરે થી નીકળતા જ ગાડી ઠોકી દીધી. ત્યારબાદ ઓફિસના કામમાં અનેક ભૂલો થઈ રહી