ભાગ - 11આગળના ભાગમાં આપણે જાણ્યું કે, પોતાના બીમાર પપ્પાની વધારે સારવાર માટે, મુંબઈની મોટી હોસ્પિટલમાં લઈને આવેલ રાજના પપ્પા, બચી શકતા નથી, અને બે દિવસમાંજ તે મૃત્યુ પામે છે.હોસ્પિટલમાં પપ્પાનું મૃત્યુ થતા,રાજે મનોમન નક્કી કરી લીધુ છે કે, તે હવે પોતાના શહેરમાં પાછો નહીં જાય. કેમકે, હવે તેની મમ્મી કે પપ્પા બન્નેમાંથી કોઈ હયાત નથી. રાજના પરિવારમાં પણ હવે, રાજનું, તેની બહેન સિવાય બીજું કોઈ નથી, અને બહેન પણ પરિણીત અને સાસરે હોવાથી, રાજ પોતે મુંબઈમાં સ્થાયી થવાનું નક્કી કરી લે છે. પ્રિયાને તો રાજ, પહેલેથીજ નફરત કરતો હતો, અને દૂરી બનાવીને રાખતો હતો, ઉપરથી ભલે અજાણતા પણ, રાજની મમ્મીના મૃત્યુનું નિમિત પ્રિયા જે