જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 9

(55)
  • 4.5k
  • 7
  • 2.1k

ભાગ-9 ન્યુઝપેપરમાં બીજા પાના પર જ્યાં શહેરના સમાચાર આવતા હોય,ત્યાં મોટા અને ઘાટ્ટા અક્ષરે હેડલાઇન્સ હતા. ' જીવનની આશા વૃદ્ધાશ્રમમાંથી અક્ષરાદેવી અને અક્ષતભાઇ નામના બે વૃદ્ધો ભાગી ગયા.સમાજની લાજ શરમને નેવે મુકીને' નીચે તેમના બન્નેના ફોટો પણ હતા. આ સમાચાર વાંચતા જ તેમના હાથમાંથી પેપર પડી ગયું.મન્વયે તે જોયું.મનસ્વી અને અક્ષરાબેન પણ બહાર આવ્યા.આ સમાચાર વાંચીને તેમને પણ ખુબ જ આઘાત લાગ્યો.તેમને તરત જ સમજાઇ ગયું કે આ કામ વૈશાલીબેનનું જ હોવું જોઇએ.તેમણે રસોડામાં જઇને અક્ષતભાઇને પાણી આપ્યું.   "આખી જિંદગીમાં કમાયેલી બધી જ ઇજ્જત પાણીમાં ગઇ.આપણા પવિત્ર પ્રેમ માટે કેવા ગંદા શબ્દો વાપર્યા છે."અક્ષતભાઇની આંખો ભીની થઇ ગઇ. "