લાલની રાણીનું આધારકાર્ડ - 20

(36)
  • 4.5k
  • 3
  • 1.6k

પ્રકરણ- વીસમું/૨૦ત્રણ મહિનાના પાંગરેલા ગર્ભ સાથે અડધી રાત્રે જ રાણી લાલસિંગની મબલખ મિલકતને ઠોકર મારીને તેની મમતાની માયાને મહેફૂઝ રીતે સંકેલીને ભાગી છુટી.એ કળવું મુશ્કિલ હતું કે, ફાર્મ હાઉસ તરફ પુરપાટ દોડતી કારની ગતિ વધુ હતી કે લાલસિંગના ક્રોધાવેશમાં છટકેલી મતિની ગતિ. ફાર્મ હાઉસ પહોંચતા સુધીમાં તો લાલસિંગના મગજતંતુમાં કુતુહલના કંઇક જંતુ ખદબદવા લાગ્યા.હજુ કારની ગતિ ધીમે પડે એ પહેલાં તો ઉતાવળે ઉતરીને સામે ગભરાઈને ઊભેલા રઘુને પૂછ્યું,‘અલ્યાં, કેમનું થયું આ ? લાલસિંગના પ્રકોપથી સારી રીતે પરિચિત રઘુ સ્હેજ થોથવાતા બોલ્યો,‘ઈ.. શેઠ...રાણીબેન..રોજ વ્હેલી સવારે તેના નિયમિત સમયે ઉઠીને ફાર્મ હાઉસનો એક ચક્કર લગાવે છે.. પણ રોજિંદા સમય કરતાં આજે અડધો કલાક