સુંદરી - પ્રકરણ ૬૮

(115)
  • 5k
  • 4
  • 2.8k

અડસઠ “તને હિન્ટ તો મળી જ ગઈ હશે સોનલ, કે મેં તને આમ અચાનક જ કેમ મળવા માટે બોલાવી.” સુંદરીએ પ્રશ્ન કર્યો. સુંદરીના મેસેજ અનુસાર તે અને સોનલબા અત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક કોફી શોપમાં બેઠાં હતાં અને કોફીના નાના નાના ઘૂંટડા ભરતાં ભરતાં વાતો કરી રહ્યાં હતાં. “ના, મેડમ. મને કોઈજ ખ્યાલ નથી કે તમે મને મળવા કેમ બોલાવી છે.” સોનલબાએ સ્વસ્થતાથી જવાબ આપ્યો. “જો હું તારા પર કોઈજ શંકા નથી કરી રહી, કારણકે મને તારા પર વિશ્વાસ છે પણ કશુંક એવું બન્યું છે કે મારે તારી સાથે સ્પષ્ટ વાત કરી લેવી જોઈએ એવું મને લાગ્યું એટલે