આગળ જોયું કે કનક તેના પરિવાર સાથે ખુશી ખુશી જન્માષ્ટમી ઉજવે છે. હવે આગળ.ક્લાસ પૂરો થતાં રોજની જેમ સીધા ઘરે જવા કનક નીકળી ગઈ. મેઈન રોડ સુધી ચાલતા જવું પડે. ત્યાં ચાલતા ચાલતા રસ્તામાં એક બાળક રોડ પર ચાલતું દેખાયું. એ જોઈને કનકને દર લાગ્યો કે ક્યાંક એ બાળકનું એક્સિડન્ટ ના થાય. એ બાળકને બચાવવા આગળ વધી જ રહી હતી કે અચાનક કોઈનો હાથ કનકને રોકીને આગળ વધે છે અને એ બાળકને ઉંચકીને રોડની એક બાજુ પર લઈ જાય છે. આ જોઈને કનકને એ અજાણ્યા વ્યક્તિનો આભાર માનવાનું મન થયું. " આભાર. આ બાળકને બચાવ્યુંએ બદલ." - સહસા કનકનો અવાજ સંભળાતા