ફિરોઝા વિરમદેવ - 2

  • 4.8k
  • 1k

વિરમદેવ સુધી વાત પહોંચાડી એટલે એ રાજપૂતે એણે એમ કીધું મને તમે જે કયો એ વાત બધી સાચી છે, પણ હું રાજપૂત છું, અને મારોબાપ હજી જીવે છે, ગાદીયે બેઠા છે. મારા ભાયું અને બાપને બધાને સંદેશો આપો અને એ મંત્રણા કર્યા પછી જવાબ આપે તો સાચી વાતમને કાંઈ આમાં ખબર ના પડે.એમ કહીને વિરમદેવ વયાવ્યા અને બીજે દિવસે સંદેશા વાહક પાછો આવ્યો ને કાનળદેવની કચેરીમાં પત્ર વાંચવામાં આવ્યો કે, " દિલ્લીથી અલાઉદીન ખીલજી લખે છે, મારી લાડકી દીકરી ફિરોજા તમારામાં રાજકુંવર ને પરણવા માટે હથેવાળ પરણવામાટે જાન લઈનેઆવો, મારી દીકરીને તમારી વીરતા ઉપર પ્રશન્ન થઈને તમને આપું છું."અને બધાયે કચેરીમાં કાનળદેવ સામે જોયું અને કાનળદેવે પોતાના દીકરા સામે જોયું બેટા, તારું શું કેવાનું છે?કે,તમે બધા શું કયો છો !અમે તો ઈમ કંઈયે છીએ કે અવડોમોટો દિલ્લીનો બાદશાહ ને હગું થવાનું આવે તો એમ કંઈયે છીએ તને જો વાંધો ન હોય તો અમને વાંધોનથી.પછી રાજપૂત બોલ્યો કે, હે ક્ષત્રિયો, હે રાજપૂતો, હે વીરો હું વિરામદેવ તમને જવાબ આપું છું કે,"મામા લાજે ભાટિયા,કુળ લાજે ચૌહાણ,જોમે પરણું તુરકણી તોતો પચ્છિમ ઉગે ભાણ"બધાયના પોરખના પલા છૂટી ગ્યા સાબાશ રાજપૂત હવેભલે કેસરિયા કરવા પડે અને શાકનો ગલાશ પીવો પડે.અને દિલ્લી પાછી વાત આવે છે.અલાઉદીન ને ખબર પયડી અલાઉદીન જેવા બાદશાહને, દિલ્લીના બાદશાહને અને એની દીકરીનું માંગુ સામેથી જાય અને રાજપૂત ના પાડી દેય હવે એને ધમરોળીનાખવા જોઈએ,લાખોની શેના લઈને એ રાજસ્થાનની ધરતીની માથે ઉતરે છે, અને ઘમરળશાન યુદ્ધ થાય છે, કાનળદેવ પેલા જાય છે, શેના લઈને. ઈકાઇમ આવે છે, અને પછી વિરમદેવ ઉતરે છે, પણ ફિરોઝા એ એક દાસી એની દાસીયુ અંગરક્ષકો એની આખી ટુકડીને મોકલી તી,દાસીને એવું કીધુંતું કિરોઝાએ યુદ્ધમાં ગમેતેવું થાય તો પણ ભલે પણ મારા વિરમદેવને જીવતો લયાવજે,મારે એ રાજપૂત ને એકવાર જોવોછે.ઘમળશાળ યુદ્વ થાતુંતું બધાય લડતાતા ને એમાં વિરમદેવનું માથું કાપીનાખ્યું અને દાસીની નજર પડી અને માણસોને કીધું,જટ વિરમદેવનું માથું લઇલ્યો માટે ફિરોઝાને જવાબ શું આપવો એનું માથું જટ લઇલ્યો.અને વિરમદેવનું માથું લેવામાં આવ્યું, હજારો ક્ષત્રિયો કપાણા અલાઉદિનની ફોજને ભાગવું પડ્યું અને દાસી વિરમદેવનું માથું લઈને દિલ્લીગયતી ફિરોઝા પાહે, સુવણઁ ના થાળમાં માથું મૂકી માથે કપડું ઢાંકી અને પોતાના ઓરડામાં મૂક્યું અને ફિરોઝા બીજા ઓરડામાં હતી નેત્યાં જઈને કીધું કે,હું જીવતો વિરમદેવને નઈ લયાવી શકી અને એનું યુદ્ધ જોવુંને એ જીવનનો લાવો હતો, ફિરોઝા તું ધન્ય થઈગય છો, એને પ્રેમ કરીને હાલતને દેખાડું માથું લયાવી છું, અને એ માથું પડયુંતું ત્રાહડામા અને ફિરોઝા હરખાતી હરખાતી આવી અને પડદાને આમ જ્યાં આઘો કર્યો અને એ રાજપૂતનું જે ઉભુંમુકેલ જે માથું હતું એને લેવા જ્યાં ફિરોઝા લાંબા હાથ કરે છે, ને ત્યાં એ વિરમદેવનું માથું ઊંધું ફરી ગ્યું તું ત્રાહળાની માલી કોર તેડીફિરોઝા બોલી "તજ તુરકાણી ચાલ હુંઈ હિંદવાણી હમે"હેય ચૌહાણ, હેય રાજપૂત હવે હું હિંદવાણી બનીગય તને વરી ચુકી છું "મારા ભવભવનાં ભરથાર હવે શિર કા ધુણતું સોનીગરા"અને એ ફિરોઝા માથું હળીકાઢીને પકડીને લઇ દળદળતી દોટ મૂકી અને માથું હારે લઇ યમુના નદીમાં ડૂબકી મારી જળસમાધિ લઇ સતીથઇ ગયતી.એક પણ પ્રકારના મોહ વગર પ્રેમ કરીને પહેલીજ નજર ના પ્રેમ માં મોટું બલિદાન આપતી ગઈ એના બાપ ને સ્વાર્થ ખાતર ભેગા કરવા હતા પણ કુદરતે એકને યુદ્ધ માં ને એકને સતી કરીને પ્રેમ નો ભેટો કરાવ્યો હશે આવી અમર પ્રેમ કહાની ભારતવર્ષ માં અનેકો બની ગય કે જેમની પ્રેરણા માટે બહાર ની કહાની ની જરૂર જ ના પડે.