વેધ ભરમ - 35

(179)
  • 9.9k
  • 7
  • 5.2k

જીપ ઊભી રહેતા જ ગૌતમ તો એકદમ ઉત્સાહિત થઇને બોલી ઊઠ્યો “મેં સ્વનેય વિચાર્યુ નહોતુ કે તુ મને અહીં લાવીશ.” આવી ખખડધજ બિલ્ડીંગ જોઇને ગૌતમ આટલો બધો કેમ ઉત્સાહિત થઇ ગયો છે તે કપિલને સમજાયુ નહીં એટલે તે બોલ્યો “કેમ એલા બિલ્ડીંગમાં એવુ બધુ શું દાટ્યું છે?” “એ હું તને પછી સમજાવીશ પહેલાં ઉપર ચાલ” એટલુ બોલી ગૌતમ તો ઉપર જવા માટે પગથિયાં ચડવા લાગ્યો. કપિલ અને રિષભ પણ તેને અનુસર્યા. એક સીડી ચડીને ગૌતમે રિષભને પૂછ્યુ “શું રૂમ પણ એજ છે?” આ સાંભળી રિષભે સ્મિત કર્યુ એટલે ગૌતમ બોલ્યો “યાર જિંદગીમાં મળેલી આ સૌથી મોટી સરપ્રાઇઝ ગીફ્ટ છે. થેંક્યુ