સંક્રમણ - 11

  • 2.7k
  • 2
  • 884

શહેરથી દુર એક બંધ ફેકટરીમાં હલચલ જણાઈ રહી છે. મોટી વય થી લઈને સ્કૂલના બાળકો પણ હાજર છે. તમામ લોકોએ હાથમાં સોનાના હાથા વાળી કટાર પકડી રાખી છે. આસપાસ અજીબ પ્રકારનો ધુમાડો ફેલાયેલો છે. સહુ કોઈ જાણે મંત્રમુગ્ધ થઈ ગયા હોય એમ બેઠા છે. તે તમામના હાથ પર દિલનું ટેટૂ બનાવેલું છે જેમાં ' રટ્ટક ' દોરવેલું છે. સહુ કોઈ એક જ રટણ કરી રહ્યા છે."સંક્રમણ...સંક્રમણ... સંક્રમણ...સંક્રમણ...સંક્રમણ..સંક્રમણ...સંક્રમણ... સંક્રમણ...સંક્રમણ...સંક્રમણ"ત્યાંજ ધુમાડામાંથી કોઈ વ્યક્તિ આ બધાની સમક્ષ આવે છે. મોટો કાળો કોટ તે વ્યક્તિના ગળાથી પગ ઢાંકી દે તેટલો છે. બંને હાથમાં સોનાના હાથાવાળી બે લાંબી તલવાર અને મુખ પર સોનાનું એક ભૂતની