સંક્રમણ - 3

(14)
  • 3.5k
  • 1.4k

ટ્રાફિક જામ છે. એક તરફ અકસ્માત ની જગ્યાએ ભીડ જામેલી છે. એમ્બ્યુલન્સ તથા પોલીસ આવી ચૂકી છે. તે જ રસ્તાની સામે એક મોટા કોમ્પલેક્ષ માં એક મોટી દુકાન છે અને દુકાન નો માલિક બહાર ઊભો આ બધું જોઈ રહ્યો છે ત્યાં જ તેની દુકાન માંથી એક દુબળો પાતળો ૨૫ વર્ષીય યુવાન હાથ ખંખેરતો બહાર આવે છે."શેઠ, બધો સામાન ગણી ને ગોઠવી દીધો છે. તમે કહો તો હવે દુકાન બંધ કરી દઉં. ૧૨ વાગવા આવ્યા છે. આજે મોડું થઈ ગયું છે." તે યુવાન બોલે છે."એ તારા કારણે જ થયું છે ડફોળ. હમણાં પેલી પોલીસ અહી આવીને પૂછશે કે દુકાન આટલા મોડા