સંક્રમણ - 2

(14)
  • 3.3k
  • 1
  • 1.4k

રાત ના ૧૧ વાગી રહ્યા છે. શહેર ની એકાદ મોટી ઇમારત ના એક મોટા ફ્લેટના એક રૂમમાં એક યુવાન છોકરી ગીત ગણગણાવી રહી છે અને બહાર જવા માટે તૈયાર થઈ રહી છે. તૈયાર થઈને તેણી હજી મોબાઈલ લઈને રૂમમાંથી બહાર નીકળે જ છે કે તેણી જુએ છે કે તેણીની દાદી 'અરે રે, આ બધા કેમ રોજે ઝઘડા કરતા હોય છે...' બબડીને હજી ઘર નો દરવાજો ખોલવા જ જાય છે કે પેલી છોકરી તેમને રોકી દે છે."દાદી, ક્યાં જાઓ છો તમે?" તેણી પૂછે છે."અરે જોને આપણી સામે વાળા. જ્યારથી આઇ છું ત્યારથી રોજે આપસ માં ઝઘડતાં જોઉં છું. એક તો એટલો