ડાયરી નું સત્ય....

(13)
  • 4.4k
  • 1.2k

(કોલેજના પુસ્તકાલય ના ટેબલ પર એક લવંડર મખમલનું પૂઠ્ઠું ચડાવેલી ડાયરી પડી છે.જેમાં ઉપર 'કલ્પના' નામ લખેલું છે.) 'કલ્પના' નામ વાંચતાં જ શૈલના પગ થંભી ગયા અને ખુણા પર પડેલી ડાયરી ને સ્પર્શતા પોતાના હાથને ન રોકી શક્યો. ડાયરી હાથમાં લીધી પરંતુ ખોલ્યા પહેલા આસપાસ નજર ફેરવી કે કોઈની ભૂલથી અહીં રહી ગઈ હોય તો આપી દઉં. આજે કોલેજ નો છેલ્લો દિવસ હતો અને પુસ્તકાલયમાં પુસ્તકો જમા કરાવીને શૈલ નીકળવાની તૈયારી જ કરતો હતો ત્યાં તેનું ધ્યાન આ ડાયરી પર પડ્યું દસ મિનિટ રાહ