પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૦

(47)
  • 4.9k
  • 3
  • 3.2k

સામે મંદિર હતું. પૂજારી સાથે લગ્નની સામગ્રી પણ મંદિર માં પડી હતી. અચાનક જીનલ ના મનમાં વિચાર આવ્યો. હું વિક્રમ સાથે લગ્ન કરી લઈશ તો પહેલો હક વિક્રમ પર મારો લાગશે અને આ લગ્ન થી વિક્રમ પણ છાયા સાથે લગ્ન નહિ કરી શકે. એટલે કાર માંથી જીનલ નીચે ઉતરી અને વિક્રમ નો હાથ પકડી ને કહ્યું ચાલ વિક્રમ આજે મને તું તારી પત્ની બનાવી દે.બંને મંદિર ની અંદર પ્રવેશ્યા. જીનલ શણગારેલ મંદિર જોઈને ખુશ ખુશ થઈ ગઈ. બ્રાહ્મણ ત્યાં પહેલી થી જ લગ્ન ની તૈયારી સાથે હાજર હતા. વિક્રમે ત્યાં હાજર બ્રાહ્મણ ને કહ્યું આપ લગ્નની વિધિ ની શરૂઆત કરો.