પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૩

(45)
  • 5.8k
  • 1
  • 3.6k

ખબરીએ ઇન્સ્પેકટર સાહેબ ને કહ્યું.સાહેબ ત્રણ દિવસ પહેલા સાગર ઘરે થી તેમનો સમાન લઈને બહાર નીકળ્યો અને એક બસ પકડી ને પરફેક્ટ હોટલ પાસે આવ્યો હતો. તે સમાચાર પાકા છે એટલે આપ પરફેક્ટ હોટલ જઈ તપાસ કરો કે સાગર આગળ કોની સાથે ગયો હતો.ખબરી ની વાત સાંભળીને પોલીસ ઇન્સ્પેકટર પોતાની જીપ લઈને પરફેક્ટ હોટલ પહોંચ્યા. ત્યાં જઈને આજુબાજુ નજર કરી તો હોટલમાં ફરતી બાજુ સીસીટીવી કેમેરા લગાવેલા હતા. એટલે ઇન્સ્પેકટર સાહેબ હોટલના મેનેજરને મળીને ત્રણ દિવસ પહેલા ના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસ સ્ટેશન પહોંચ્યા.સીસીટીવી ફૂટેજ જોવે છે તો સાગર રોડ પર ઉભો હોય છે ને કોઈની રાહ જોતો દેખાય છે.