પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫

(42)
  • 6.8k
  • 5
  • 4.3k

જીનલ ને વિક્રમની આવી ઘટના ની વાત સાંભળી ને નવાઈ લાગી. આવો છોકરો ને આવું કરે તે પણ મારા કારણે..! જીનલ કોલેજ જવાના બદલે હોસ્પિટલ પહોંચી પણ વિચાર આવ્યો. મારા કારણે તો હાથમાં ચપ્પુ ન માર્યું હોય તો..!!!?? જો જઈશ તો બધા એમ જ માનશે જીનલ ના કારણે વિક્રમે હાથમાં ચપ્પુ માર્યું. એટલે હોસ્પિટલ થી પાછી વળી અને રૂમ પર પહોંચી.છાયા હજુ કોલેજમાં હતી એટલે જીનલ બેડ પર સૂઈ ગઈ, પણ ઊંઘ કોને આવે. તેના મનમાં વિક્રમ ના જ વિચાર્યો ભમ્યા કરતા હતા. શું વિક્રમ મને આટલો લવ કરતો હશે, મે ના કહી એ દુઃખ માં હાથમાં ચપ્પુ મારી દીધું.!!