સંકલ્પ - એક અતૂટ જોડાણ - 16 (અંતિમ ભાગ)

  • 3.7k
  • 1.4k

એ લોકો હજુ પણ ડાઇનિંગ એરિયામાં જ બેઠા હતા. બહાર વરસાદ પડી રહ્યો હતો અને ઠંડકનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. કદાચ ઠંડીનો પારો 5℃ જેટલો થઈ ગયો હતો. એ લોકો આ ટેનશનભર્યા માહોલમાં ત્યાં બેઠા હતા એવામાં જ મેનેજર ધ્યાન હટાવવા અચાનક બોલ્યા, "અહીં સવારે ઉપરના પહાડો તરફ જોઈએ તો નજારો ખૂબ સુંદર હોય છે. એવું લાગે જાણે માનસરોવર પર આવી ગયા હોઈએ. જો તમે લોકો 3 વાગ્યે ઉઠો તો એક વખત બહાર નજર કરી લેજો, બદ્રીનાથ મંદિરની પાછળના પહાડો તરફ..." "જો એવું હોય તો હું ચોક્કસ એલાર્મ મૂકીને જ ઉંઘીશ." શ્રુતિ ખુશ થતા બોલી. એના પિતા હજુ હાથ