રાજકારણની રાણી - ૩૬

(62)
  • 5.8k
  • 2
  • 3.3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૬ બાઇક ચાલક યુવાન અને છોકરી જ્યારે કામ સોંપનાર પાસે પહોંચ્યા ત્યારે એ સ્ત્રી ફરી એમને ઓઢણીથી બુકાની બાંધેલી જ દેખાઇ. શહેરના ખૂણે એક અવાવરુ જગ્યાએ એ તેમની રાહ જોતી હતી. તેણે પોતાની પાસેની બેગમાંથી રૂપિયાની થપ્પી કાઢી યુવાનને આપતાં કહ્યું:"લે, આ તમારી ફી. અને છોકરી... પેલી રિવોલ્વર અહીં જમીનમાં દાટી દે...પણ બંને યાદ રાખજો કે તમે કંઇ જાણતા નથી. જો કોઇને જરાપણ શંકા જશે તો તમારી યુવાની જેલમાં વીતશે...""બેન, અમે મૂરખ નથી. અમે મજબૂરીમાં તમારું કામ કર્યું છે. અમે કોઇને કંઇ કહેવાના નથી. કોઇ મુશ્કેલી પડે તો ગમે ત્યાંથી આવીને અમને બચાવજો. અમે તમને