દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-16: સમજાવટ

  • 2.5k
  • 798

ભાગ-16: સમજાવટ "હેલો, ઇસ ધીસ મિસ્ટર ચિરાગ રાઠોડ સ્પીકિંગ?" કાવ્યાએ ફોન પર પૂછ્યું. "યસ, સ્પીકિંગ. તમે કોણ?" સામે છેડેથી જવાબ મળ્યો. "આઈ એમ કાવ્યા, વેડિંગ પ્લાનર. શું આજે સાંજે તમે ફ્રી છો?" "ઓહ યસ, યસ." "મારે તમને થોડી વાત કરવી હતી આ વેડિંગ વિશે." "હા, બોલો શું વાત કરવી છે?" "ફોન પર નહીં, સાંજે પાંચ વાગે હોટલ ગ્રાન્ડ ભગવીમાં મળીને? ઇફ યુ ડોન્ટ માઈન્ડ." કાવ્યાએ પ્રસ્તાવ મુક્યો. "યા, સ્યોર." "થેંક્યું સો મચ." કહીને કાવ્યાએ ફોન કટ કરી દીધો. કાવ્યાએ ફરી ફોન હાથમાં લીધો અને વોટ્સએપમાં ગ્રુપમાં મેસેજ કર્યો,"આજે સાંજે શાર્પ પાંચ વાગે, હોટલ ગ્રાન્ડ ભગવતી." સેન્ડ કરીને ગેલેરીમાં ઉભા રહીને