પ્રેમના સાત દિવસ

  • 3.2k
  • 950

"એ.... આ બધા છેને....તમારા જેવા જુવાનિયાઓ ના ચોચલા છે. અમારા જમાનામાં આવા કોઈ ફાલતુના દિવસો નહોતા ઉજવતા."દાદીએ મને ઠપકો આપતા મોઢું બગાડ્યું. હું હંસી પડી અને પ્રેમથી એમને કહ્યું,"દાદી, ચાલો એક હરિફાઇ કરીએ. હું વેલેન્ટાઇનના સાતેય દિવસોના ફાયદા ગણાવું છું અને તમે એમાંથી નુકસ કાઢીને બતાવો.""તું હારી જઈશ રાધિકા. મને તો આ સાતેય દિવસોમાં ફક્ત બુરાઈ જ દેખાય છે."પપ્પા સામે સોફા પર બેઠા બેઠા અમારી વાતચીતનો આનંદ લઈ રહ્યા હતા. "પપ્પા આપણા જજ રહેશે. ઓકે પપ્પા?"પપ્પાએ પેપર માંથી ઉપર જોતા કહ્યું,"મને ક્યાં ફસાવે છે. એક તરફ મારી દીકરી અને બીજા મારા બા.""પ્લીઝ પપ્પા. It is just for fun.""ઠીક છે, તમે ચાલુ