રેડ અમદાવાદ - 10

(14)
  • 4k
  • 3
  • 1.6k

૨૦૨૦, જાન્યુઆરી ૯, રાતના ૦૮:૦૦ કલાકે સોનલ અને મેઘાવી ઝેવિયર્સ કોર્નરથી, વિજય છ રસ્તા તરફ જતા માર્ગમાં સ્થિત યાંકી’સ સીઝલર્સ રેસ્ટોરન્ટમાં તેમના પસંદીદા ઓર્ડર ચાઇનીઝ સીઝલર્સની પ્રતીક્ષામાં હતા. રેસ્ટોરન્ટમાં દાખલ થતા જ જમણી તરફ ચાર વ્યક્તિઓ સમાવી શકે તેવા ત્રણ ટેબલ ગોઠવેલા હતા. તેને અડોઅડ માછલીઘર અને તેની બીજી તરફ બીજા ત્રણ ટેબલ. સોનલ અને મેઘાવી બીજી તરફના પહેલા ટેબલ પર બિરાજમાન હતા. ત્રીજા ટેબલ તરફથી સેવકો સીઝલર્સની પ્લેટ લઇને આવતા. ફ્રાય રાઇસ, મન્ચુરીયન, નુડલ્સ અને ફ્રેંચ ફ્રાઇસથી સુશોભિત પ્લેટ, તેમજ તેના પરથી નીકળતી વરાળ સાથે ફણફણતો અવાજ વાતાવરણને થોડી વાર માટે ઉષ્માથી ભરી નાંખતો. પરંતુ પ્લેટ તેમની તરફ