Dear પાનખર - પ્રકરણ - ૨૪

  • 3.3k
  • 1
  • 1.1k

ડૉક્ટરે મનહરભાઈને એમની કૅબિનમાં બોલાવ્યા અને કહ્યું , " કાલે સવારે તન્વીને રજા મળી જશે . દવાઓ લખી આપુ છુ . બીજો કોઈ પ્રોબ્લેમ નથી . કાઉન્ટર પર આગળની માહિતી મળી જશે. " આભાર માનીને મનહરભાઈ બહાર નીકળ્યા. " બી.પી. વધારે જ રહે છે. સોજા પણ ઓછા નથી થતાં. મન ને શાંત રાખો. આમ ને આમ કરશો તો ઓપરેશનના દિવસ લંબાતા જશે. " નર્સે અમોલને કહ્યું. પણ અમોલે સાંભળ્યું ના સાંભળ્યું કરી દીધું. નર્સ બહાર ગઈ એટલે ગૌતમે ધીરે રહી ને અમોલ ને કહ્યું , " ભાઈ ! અમોલ ! મને ખબર છે તું કશ્મકશ માં