લવ બાઇટ્સપ્રકરણ-16 નદીકાંઠે આવેલાં વિશાળ અઘોરનાથજીનાં આશ્રમમાં એકદમ શાંતિ હતી. આખાં આશ્રમની જગ્યામાં ઊંચા વિશાળ વૃક્ષો હતાં. પક્ષીઓનાં કલરવ અને નજીક વહેતી નદીનાં ખળખળતાં જળનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. એટલું નયન રમ્ય અને સુંદર કુદરતી વાતાવરણ હતું કે પ્રવેશતાંજ મનહૃદયમાં શાંતિ વર્તાય. વામનરાવનું આખું ફેમીલી આશ્રમમાં પ્રવેશ્યું. સૂર્યનારાયણ અસ્તાચળે હતાં પંખીઓ પોતાનાં માળા તરફ પાછા ફરી રહેલાં અને આથમતાં સૂર્યનાં કિરણો નદીનાં જળપ્રવાહ પર પડી રહ્યાં હતાં. અને જળ જોઈને બધાંના મનને શાંતિ મળી ગઇ. એ જગ્યાને ધરતીનો પ્રભાવજ જણાઇ આવતો હતો. અઘોરનાથજી આશ્રમનાં એમનાં ધ્યાનરૂમમાં બેઠાં હતાં સંધ્યાકાળ હતો એમની સંધ્યાપૂજામાં લીન હતાં. આવનાર પ્રવાસી અને શ્રધ્ધાળુઓ આશ્રમમાં આવેલાં