Room Number 104 - 6

(25)
  • 5.6k
  • 1
  • 2.6k

પાર્ટ 6અભયસિંહ એ સંધ્યાને ફોન પર પ્રવીણ ના ઘરનું તાળુ તોડી ને તપાસ કરવાનો આદેશ આપ્યા બાદ ફરી નીતાની પૂછતાછ શરૂ કરતાં કહે છે કે " હા તો હવે કહે રોશની અને પ્રવીણ પહેલી વાર ક્યાં મળ્યા હતા?નીતા ગભરાતા અવાજે અભય સિંહને જણાવે છે કે" સર રોશની અને પ્રવીણ સૌપ્રથમ મારી દિદીના લગ્નમાં મળ્યા હતા. પ્રવીણ મારા જીજાજીના મિત્ર તરીકે લગ્નમાં હાજર રહ્યા હતા. રોશની મારી ખાસ દોસ્ત છે એટલે લગ્નની દરેક વિધિમાં હું ને રોશની સાથે જ રહેતા. મારા પિતાએ મારી બહેનના લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું. મારા પિતાને અમે બંને બહેનો બહુ જ વહાલી એટલે મારા પિતાએ મારી