રાતનાં જમવા માટે સુશીલની રાહ જોવામાં પ્રિયાનાં ભૂખનાં મારે બેહાલ થઈ રહ્યાં હતાં. રડમસ અને ઉદાસ ચહેરે એ બેઠી હતી ને દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો. એ રૂમમાંથી બહાર આવી. સુશીલ આવ્યો હતો. એને જોતાં જ પ્રિયાએ સવાલોનાં બાણ છોડ્યાં,"તમે આટલી વાર સુધી ક્યાં હતાં? કેમ આટલું મોડું થયું? કંઈ થયું તો નથી ને? " વગેરે.., વગેરે..."ઓફિસનાં કામથી એક પાર્ટી સાથે મીટીંગ હતી એટલે આવવામાં મોડું થયું. બહુ મોટી ડીલ ફાઈનલ કરવાની હતી.""મને તો એટલી ચિંતા થઈ રહી હતી ને..., હું જમવાનું ગરમ કરું છું આપણે જમી લઈએ." "તું જમવાની બાકી છે?""હા...તમારી જ રાહ જોતી હતી, મને થયું કે તમે આવો પછી