સુમન વિચારોની વિશાળ હારમાળા માં ગુંથાઈ ગઈ હતી. તેના નાજુક વદન આ કષ્ટ સહન કરવો અઘરો હતો. સ્કૂલ થી ઘર તરફ બસ માં જતી સુમન ને ઉમા ની વાત ઘડીભર યાદ આવી જતી હતી. ઉમા નું કહેવું હતું કે ફ્રેન્ડશીપ કોઈ છોકરા સાથે કરવી એટલે આપણે સમજીએ તાપણું કરવાની અગ્નિ છે, લોકો ઘર બાળવા ની અગ્નિ માં ફેરવી કાઢે છે. કોઈ છોકરા સાથે ફ્રેન્ડશીપ કરવાની બાબતે છ ગાઉની દુરી રાખવી જોઈએ.સાંજ ની નમી શહેર ઉપર છવાયેલ હતી. રવિ તેની કેસરિયાં બાજી પાથરી બેઠો હતો. તેને પણ ખ્યાલ છે તિમિર ની સામે તેની હાર નિશ્ચિત છે. પંખી ના કલરવ ઉત્તર ની