ચારુ ભાઈને વિનુભાઈ બંને મિત્રો. એક દિવસ લાલા કુંભારે બંનેને એક ઝાડ આપ્યું. ને કહ્યું, "આ ઝાડ અવન સવન નું છે, આને ઘરે વાવવાથી ઘરે બરકત આવે." બંને એ હોંશે...હોંશે...વિનુભાઈના ઘરે આવી વાવી દીધું. પાણી પાયું..ઝાડ તો કોળી ગયું. ને વધવા લાગ્યું. બંને મિત્રો નવરા પડે એટલે અવન સવન ફરતે ફર્યા કરે. ગોડ કરે,ખાતર નાખે.નવી ફૂટેલી કૂંપળો ને પંપાળ્યા કરે. વિનુભાઈ ના બાપુજી ગજુ બાપુ આ બધું જોયા કરે. " અલ્યા, તમને આ ઝાડવું બહુ વાલુ લાગે છે!!" " બાપુજી, આ અવન સવન નું ઝાડ છે. આ ઝાડ ઘરે હોય તો ઘરમાં