દીકરી નામની જ્યોત

(11)
  • 2.9k
  • 788

કાલિંદી એ આજ બે વર્ષ પછી પોતાની આંખને અરીસા સામે માંડી. કાળા ડાઘમાં આંખ પણ ફિક્કી લાગતી તી. સફેદ વાળ ઉમરની ચાડી ખાતા હતા. સુકાયેલ શરીર કમજોરીની વેદના દેખાડતા હતા. એ એક ફોટા સામે જોઈ દીવો કરે છે અને ખોવાઈ જાય છે એની લાડકીની યાદમાં. એના લગ્ન વીસ વર્ષની વયમાં જ કેયુર સાથે થયા હતા. કેયુર નું દિલ ને પરિવાર બેય મોટું. એ મોટા પરિવારમાં એ લક્ષ્મીજી જેવા ઠાઠથી રહેતી. એના આગમન સમયે એના સાસુએ પરિવાર સાથે ઘરના ઉંબરે દિવા પ્રગટાવીને કંકુ પગલાં કરાવેલા. એ ક્ષણ એના માટે જીવનભરની યાદ હતી. એના આગમન પછી સમયાંતરે ત્રણ દેરાણીઓ પણ