પીટર ખામોશ હતો. એ પેલા ખડકો તરફ જોઈને કંઈક વિચારી રહ્યો હતો. જ્યોર્જ પોતાના ખિસ્સામાંથી જાડા કપડાનો એક ટુકડો કાઢીને એના ઉપર શેકાયેલી માછલીના નાના-નાના ટુકડા કરવા લાગ્યો. "હવે આ માછલીને ખાઈશ કે પછી એ ખડકોને જ જોતો રહીશ.!! જ્યોર્જ બોલ્યો. "શેકાઈ ગઈ.!' ખડકોના વિચારોમાંથી બહાર આવતા પીટર બોલ્યો. "હા ખાઈ લે પહેલા પછી આ ખડકોમાં જો તને કોઈ બોલાવી રહ્યું હોય તો જતો રહેજે.' જ્યોર્જે ફરી પીટરની મશ્કરી કરી. પીટર હસતો હસતો શેકેલી માછલીના નાના-નાના ટુકડાઓ મોંઢામાં મુકવા લાગ્યો.ભૂખ બહુજ લાગી હતી એટલે કંઈ મસાલો નાખ્યા વગરની માછલી પણ એમને ખુબ જ સ્વાદિષ્ટ લાગી રહી હતી. ભૂખ લાગે