ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 12

(59)
  • 4.1k
  • 2
  • 1.1k

"આ જ્યોર્જ અને પીટર ક્યાં રહી ગયા કલાક ઉપર સમય થઈ ગયો છતાં હજુ સુધી આવ્યા નહીં.' રોકી ધીમેથી બબડ્યો. બપોરનું જમવાનું ક્રેટી અને એન્જેલાએ તૈયાર કરી નાખ્યું હતું. બધા જમવા માટે જ્યોર્જ અને પીટરની વાટ જોઈ રહ્યા હતા. જ્યોર્જ અને પીટર એક કલાક પહેલા માછલીઓ પકડવા ગયા હતા પણ હજુ સુધી પાછા ફર્યા નહોતા. "મને બહુજ ભૂખ લાગી છે ચાલો આપણે તો ખાઈ લઈએ એ બન્ને પછી આવીને ખાઈ લેશે.' પ્રોફેસર બધા સામે જોતાં બોલ્યા. "હા ચાલો ખાઈ લઈએ મારાથી પણ હવે ભૂખ સહન થતી નથી.' કેપ્ટ્ન હેરી બન્ને હાથ પેટ ઉપર મુકતા બોલ્યા. "તમે બધા ખાઈ લો