શાતિર - 15

(102)
  • 6.9k
  • 6
  • 4.1k

( પ્રકરણ : ૧૫ ) કબીર મહામુશીબતમાં મુકાયો હતો. કબીરને હરમને પચાસ કરોડ રૂપિયા સાથે મુંબઈ-પૂના હાઈવે પર બોલાવ્યો હતો, અને મુંબઈથી બહાર નીકળીને પૂના હાઈવે પર ચઢવાના નાકા પર અત્યારે પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસ એકે-એક વાહનને ચેક કરીને એને આગળ વધવા દઈ રહી હતી. પોલીસ કબીરને શોધી રહી હતી. કબીરની કારની ડીકીમાં તેણે બેન્કમાંથી ચોરેલા પચાસ કરોડ રૂપિયા પડયા હતા. કબીર નાકા પરની પોલીસના હાથમાં પકડાઈ જાય એમ હતો, પણ તેણે કાંચીને બચાવવા માટે શયતાન હરમન પાસે વહેલામાં વહેલી તકે પહોંચવાનું હતું, અને એટલે તેણે નાકાબંધી પરની પોલીસથી ડર્યા વિના-એમની પરવા કર્યા વિના આગળ વધ્યા વિના છુટકો નહોતો.