( પ્રકરણ : તેર ) ‘ચાલો, અંદર !’ ઈન્સ્પેકટર સાઈરસે પોતાના સાથી પોલીસવાળાઓને હુકમ આપ્યો, અને બૅન્કની અંદરની તરફ ધસી ગયો, તો સબ ઈન્સ્પેકટર ગોખલે પણ એની સાથે દોડયો. તો એમના દસે-દસ સાથી પોલીસવાળા પણ પોત-પોતાની બંદૂકો સંભાળતા એમની પાછળ બેન્કમાં દાખલ થઈ ગયા હતા. બેન્કનું ફાયર એલાર્મ વાગ્યું હતું, એટલે ગ્રાહકો તેમજ બેન્કના મોટાભાગના કર્મચારી બહાર નીકળી ગયા હતા, પણ બેન્કનો મેનેજર પોતાના બે સાથી કર્મચારી સાથે અંદર જ ઊભો હતો. તે એલાર્મ વાગ્યા પછી આખી બેન્કમાં ફરી વળ્યો હતો, પણ તેને કયાંય આગ લાગ્યાના કે, ચોરી થયાના અણસાર દેખાયા નહોતા. સાઈરસ અને ગોખલેને આમ પોતાના સાથી પોલીસવાળા સાથે