My Better Half - 13

(90)
  • 5.9k
  • 8
  • 3k

My Better Half Part – 13 Story By Mer Mehul રાતનાં દસ થયાં હતાં. હું અને સચિન રિવરફ્રન્ટની પાળીએ બેસીને સિગરેટ ફૂંકી રહ્યા હતાં. બપોર પછી હું જોબ પર નહોતો ગયો, પૂરો દિવસ હું અને સચિન અમદાવાદમાં ફર્યા, જુનાં દોસ્તોને મળ્યા અને ઇન્જોય કર્યું. અમે બંને બધા મિત્રોની રાહ જોઈ રહ્યાં હતાં. પ્રણવને મેં ફોન કર્યો હતો, તેણે પરાણે આવવાની તૈયારી બતાવી હતી. એની સિવાય અમારી કોલેજનાં બીજા મિત્રોમાં વિશાલ, ધાર્મિક, જયેશ અને લાલો આવવાનાં હતાં. લાલાનું પૂરું નામ લાલજી હતું પણ અમે તેને લાલો કહીને જ બોલાવતાં. લાલો કોલજમાં સૌથી વધુ ફની સ્ટુડન્ટ હતો. લાકડીનાં સોટા જેવું